હળવે હૈયે
એકવાર રવિવારની સાંજે બેઠા બેઠા ચ્હા પીતા હતા ત્યાં શ્રીમતીજીએ વાત છેડી, કહે, " સાંભળ્યું? આ સામેવાળા સરલાબેન અને કાન્તીભાઈ આવતા મહીને અમેરિકા ફરવા જવાના છે . બાજુવાળા કાંતાબેન અને રસિકભાઈ તો ફરીને પાછા પણ આવી ગયા". છાપામાંથી નજર બહાર કાઢ્યા વગર મેં હુકારો ભણ્યો પણ એમ કઈ શ્રીમતીજી માને? એમણે મમરો મુક્યો, "આ તમે આટલા વર્ષોથી પ્રોફેસોરગીરી કરો છો તો કંઈ cornference કે એવું કશું તમારાથી શોધાતું નથી? આમતો ઘણીવાર મારી આગળ ડહાપણ મારો છો કે મારે તો આમ ઓળખાણ ને તેમ ઓળખાણ તો એક મહિનાની અમેરિકાની ટ્રીપ તમારાથી ગોઠવતી નથી?" આમ મારા અહંકાર પર ઘા કાર્ય પછી જાણે શિતલ મલમ લગાવતા હોય તેમ ઉમેર્યું " બધા લોકો અમેરિકાની વાતો કરે અને મારે તો સંભાળવાની જ ને? "
હવે મને ખબર પડી ગઈ કે છાપામાં મ્હો નાખીને આ વાત ઉડાડાય તેમ નથી એટલે છાપું બાજુ પર મૂકી લૂલો બચાવ કર્યો, " એમ તો કાઈ અમેરિકા જવાનું સહેલું છે? વળી ખર્ચાનો પણ વિચાર કરવાનો ને?" જોકે પાછલા બે દાયકાના અનુભવથી એક વાત તો હું જરૂર શીખેલો કે એકવાર શ્રીમતીજી ના દિલમાં તુક્કો આવ્યો એટલે હવે અમલમાં મુક્યા વગર છૂટકો નહિ થાય ઉપરાંત મને પણ થોડા ઘણા અંશે ઈચ્છા તો ખરી જ! એમ વિચાર ચાલતો હતો ત્યાં તો બીજું કટાક્ષબાણ આવ્યું, "તમારી તો ઘણીયે વિદ્યાર્થીનીઓ ના કાગળ આવે છે એમાંથી એકને પણ લખશો તો ખુશ થઈને પ્રવાસ ગોઠવી આપશે" શ્રીમતીજીનો મારી વિદ્યાર્થીનીઓ ઉપરનો જુગ જુનો સમભાવ પ્રગતિ આવ્યો
તાત્કાલિક ચ્હાનો અડધો કપ બાજુ પર મૂકી આપણે તો જુના સરનામાની ડાયરી ઉથલાવવા માંડી નહિ નહિ તો 50-75 વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્થાયી થયાની નોંધ મળી "ભણ્યા પછી ને પરણ્યા પછી ભારત છોડવાની ફેશન થઇ ગઈ છે કે શું" મનમાં બબડ્યો
શ્રીમતીજીએ છેવટે રાહતનો દમ ખેચ્યો છે તે તો મોઢા પરથીજ કળાતું હતું "હવે મારું કામ પતી ગયું" એવો કઈક ભાવ લાવીને ચ્હા નો કપ પકડી રસોડા તરફ ચાલતા થયા
બીજે દિવસે તપાસ કરી તો ખબર પડી કે સૌથી જલ્દી વિસા તો ભગવા વસ્ત્રધારી સાધુ સન્યાસીને જ મળે છે! આ પણ ગજ્જબ! વિચાર્યું, "સંન્યાસીઓને ભગવાનને ઘેર પ્રેફેર્ન્કિઅલ treatment મળે એ તો સમજ્યા, પણ અમેરિકામાં પણ?" જિંદગીમાં ફરી એકવાર ભગવા નહિ ધારણ કરવા માટે અફસોસ થયો।
આપણા ગ્રહો અમેરિકા તરફ ખેચતા હોય કે પછી શ્રીમતીજીની પ્રાર્થના ભગવાને સાંભળી હોય, ગમે તેમ પણ કોલેજમાં આવેલી ટપાલ ઉથલાવતા ખબર પડી કે આવતા વર્ષે ન્યુયોર્ક માં ગુજરાતી સાહિત્ય સંમેલન ઉજવવાનું છે અને એનું આમત્રણ આવ્યું છે। એકદમ ઝબકારો થયો કે જોગાનુજોગ પણ જુઓ ઓલમ્પિક પણ આવતા વર્ષે છે। હવે તો તૈયારી કરે જ છૂટકો।
તે દિવસે સમાચાર લઈને ઘેર આવ્યો પછી સાંજે શ્રીમતીજી ને મેં પાડોશીને કહેતા સાંભળ્યા, "આ તમારા ભાઈને વળી આજકાલ અમેરિકા જવાનું ચક્કર લાગ્યું છે મેં તો કહ્યું કે હવે અમેરિકા જ છેને! આપને અહિયાં શું ખોટું છે? બહુ ઈચ્છા હોય તો ચાલો જાત્રા કરવા જઈએ પણ માને તો ને?"
નારીજાતના રહસ્યની કોઈ સીમા હશે કે નહિ તે વિચાર કરતા કરતા આંખ ક્યારે મીચાઈ ગઈ તે ખબર પણ ના પડી।
મિનલ પંડ્યા