ચાલવા જવાની ખરી મઝા તો અમદાવાદમાં
આમ જુઓ તો અમદાવાદ, કસરત અને મઝા એ ત્રણે શબ્દો સાથે બેસે નહિ. ખરા અમદાવાદીઓને મઝા અને કસરત સાથે કોઈ સીધો સંબંધ ક્યારેય હતો નહિ અને કદાચ થશે પણ નહિ. શારિરીક કસરત, કે જ્યાં પરસેવો પાડવો પડે, કે શરીરન કષ્ટ આપવું પડે ,એ મઝા કેવી રીતે કહેવાય? અમદાવાદી લોકોની મઝા એટલે લારી ઉપર પીધેલી ચા, માણેકચોકના ભાજીપાંવ અથવા ખુમચાની ભેળ ખાતા ખાતા ભાઈબંધોનસાથે સ્કૂટર ઉપર પગ લટકાવીને રસ્તામાં ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે રાજકારણની ચર્ચા. પણ બદલાતા સમય સાથે આજકાલ અમદાવાદી વિચારોમાં થોડો બદલાવ આવ્યો છે. અને શહેરમાં ઠેર ઠેર બગીચાઓમાં, કાંકરિયા કે નદી કિનારે વહેલી સવારે ચાલવા જવાની નવી પ્રથા ચાલુ થઇ છે.
તો તમને થશે કે ચાલવા જવામાં વળી મઝા શું? ચાલવા તો આખી દુનિયા જાય છે. પણ કોઈ પણ પ્રવૃત્તિમાં મઝા ઉમેરવી એ અમદાવાદી લોકો ને બરાબર આવડે।
અમદાવાદમાં ચાલવાની કસરત બીજી કોઈ પણ જગ્યા કરતા અલગ. શિયાળાની ઠંડી માં વહેલી સવારે ઉઠીને, માથે બુઢિયા ટોપી, ગળે મફલર, જાડો મઝાનો કોટ કે સ્વેટર, પગમાં નવા નક્કોર બુટ પહેરીને ઘરની બહાર નીકળવાનું। કુતરા પાછળ પડે નહિ માટે કોઈ કોઈ લોકો તો વળી હાથમાં લાકડી ઠપકાવતા ચાલે। થોડા અંતરે ગયા પછી બે ત્રણ ભાઈબંધો જોડાય। જો બગીચો થોડો દૂર હોય તો તો ગાડી માં જવાનું અને છે...ક બગીચાના ઝાંપા ને અડાડીને ગાડી એવી મુકવાની કે બીજા કોઈ ને અંદર જવાની જગ્યા પણ ભાગ્યેજ રહે. વિચાર આવે કે જો ચાલવા જ નીકળ્યા છો તો થોડે દૂર ગાડી મૂકી ને કેમ નહિ ચાલવાનું। પરંતું તમને ખબર છે કે એવો વિચાર પણ અસ્થાને છે. જો બગીચાની અંદર ગાડી લઇ જવાતી હોત તો એજ કર્યું હોત પણ આતો મજબૂરી છે માટે બહાર મુકવી પડે છે.
અંદર ગયા પછી આજુબાજુ નજર નાખીને જોઈ લેવું કે કોણ કોણ આવ્યું છે. ફલાણા ભાઈ કેમ આજે નથી આવ્યા અથવા આ વળી આમની સાથે શું વાત કરતા હશે તેમ વિચારતા એક ચક્કર મારવું।ખાસ હાજી કોઈ ઓળખીતું દેખાય નહિ તો ધીમે ધીમે બીજું ચક્કર શરુ કરવું। જો કોઈ દેખાય તો પહેલા તેમની ખબર પૂછ્યા પછી જ ચાલવું પડેને? કોઈ ના હોય તો બે ચાર રાઉન્ડ ચાલવાનું થાય એટલે હાશ આ અઠવાડિયાની કસરત થઇ ગઈ હવે શાંતિ થી બાંકડા ઉપર બેસવાનું અને ભાઈબંધો સાથે ગોઠડી કરવાની। રાજકારણથી માંડીને રામાયણ સુધીની ચર્ચા ચાલુ થાય. જીવનભરની ફિલોસોફી ચર્ચાય, ઘરના પ્રોબ્લેમ અને શરીરના પ્રોબ્લેમ, બધા વિષયો વત્તેઓછે અંશે અહીંયા ખુલે। બીજાકોઈ ખૂણામાં થોડી બહેનો વાનગીઓની આપ લે કરે તો કોઈ ઘરગથ્થુ દવાઓની અસર ઉપર ટિપ્પણી આપે. ખ્યાલ આવે કે આ સમાજમાં થેરપી વાળા ની જરૂર જ નહિ પડતી હોય.
મિત્રો સાથે લાંબી વાતોની મઝા લીધા પછી અને બીજા સાથેહૈયું ઠાલવ્યા પછી ચાલવા જવાની ખરી મઝા તો હવે આવે. અહાહા, બહાર નીકળીએ ત્યારે લારીઓમાં ગરમ ગરમ સૂપ થી માંડીને, જુદા જુદા ફળોના રસ, અડદિયો અને મેથીપાક જોઈને સોડમથી મન ખુશ થઇ જાય. વળી થોડો સંતોષ કે હજી હમણાં જ કેલરી તો ઘણી બાળી છે એટલે શાંતિથી આરોગો। એટલે છેવટે ચાલીસ મિનિટ ચાલ્યા પછી બસ્સો કેલરી ઉમેરીને જયારે ઘરે પાછા જઈએ ત્યારે મન, પેટ અને હૈયું બધું ખુશીથી તરબોળ હોય. અને ઘેર ગરમ ગરમ ચ્હા રાહ જોતી હોય એ તો વળી નફામાં।
હવે આ સાથે બીજે ક્યાંય પણ ચાલવા જવાનું સરખાવો। બીજે બધે તો. તમે સ્નીકર્સ ચડાવીને લન્ચ બ્રેક માં અડધો કલાક ચાલવા જાઓ પછી પાછા ઓફિસમાં બાકી રહેલા મેસેજના જવાબ આપવા લાગી જાઓ. ના કોઈને મળવાનું, ના વાતો ની મઝા માણવાની કે ના ગરમાગરમ સૂપ આરોગવાનો। બોલો હવે માનો છો ને કે ચાલવાની ખરી મઝા તો અમદાવાદમાં।
મીનળ