નિખાલસતા કેમ મરી પરવારી છે?
આજકાલ જાણે આપણા સમાજમાંથી નિખાલસતા મરી પરવારી છે. પણ એ વિષે આપણે આગળ કઈ પણ વાત કરીએ તે પહેલા એક ચોખવટ જરૂરી છે. નિખાલસતા અને કટુ વાણી એ બે માં ફેર છે. કડવું સત્ય, જરૂરી કે બિનજરૂરી સમયે કહેતા રહેવું અને પોતાની જાતને સ્પષ્ટવક્તા કહેવડાવવા એ નિખાલસતા નથી. એ હકીકતમાં એક એવી કુટેવ છે કે જે બીજાના હૃદયમાં ભોંકાય છે અને એનું સારું કોઈ પરિણામ શક્ય નથી. કોઈના દેખાવ, પહેરવેશ, શારીરિક અક્ષમતા અથવા બિનઆવડત એ બધા ઉપર કહેવું તે કોઈ નિખાલસતા નથી. એ તો એક પ્રકારની ક્રૂરતા છે. અને આવી ક્રૂરતા આપણા સમાજમાં હાલત અને ચાલતા જોવા મળે છે.
કોઈના ઉપર સાચું કે ખોટું લગાડવાનું અને પછી એમને મોઢામોઢ કહેવું એ એક પ્રકારની નિખાલસતા તો છે પણ એ ક્યાં અને કેવી રીતે અને કેટલી યોગ્ય હતી તે તો પ્રસંગોચિત છે. એવી નિખાલસતાની પણ અહીંયા વાત નથી કરતા। હું તો એવી નિખાલસતાની વાત કરું છું કે જે ખરા સંબંધ માં પરિણમે અને સંબંધને વધારે સુદ્રઢ બનાવે। જે પારદર્શક હોય,જે સચોટ અને સરળ હોય. જે પ્રેમભાવ વધારે અને દંભ ઘટાડે। ખરેખર તો દંભ એ નિખાલસતાનો વિરોધી છે. એટલે જ્યાં દંભ હોય ત્યાં નિખાલસતાની કોઈ શક્યતા જ નથી. અને એજ અહીંયા કહેવાનું છે કે આજે આપણા સમાજમાં દંભ છલોછલ દેખાય છે.
નિખાલસ બનવું એટલે સરળ બનવું। જયારે તમારું અંતર અને તમારો વ્યવહાર - એટલેકે અંદર અને બહાર સમરસતા હોય ત્યારે જીવનમાં સરળતા પ્રવેશે। સરળ માણસ સહજ હોય. આડંબર થી દૂર હોય. દંભ થી પર હોય આજકાલ એવું લાગે કે જાણે કે સંબંધોમાં ઔપચારિકતા છે. વ્યવહાર, આશા,ઉપેક્ષા, ના ગૂંચવાડામાં આપણે જાણે સાચો, ઉર્મિસભર, નિખાલસ સંબંધ ઉભો કરવાનું ભૂલી ગયા છીએ. વ્યવહાર છે માટે કોઈની માંદગીમાં ખબર પૂછવા જવું, પ્રસંગ છે એટલે મોઢું બતાવી આવવું, લગ્નમાં કંકોત્રી આવી એટલે ભેટ મોકલવી આ બધામાંથી બહાર આવીએ તો દિલનો સંબંધ કેળવાય। પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગ માટે ખરેખર અંતરનો ઉત્સાહ ક્યારે પ્રગટે?
નિખાલસતા ઓછી થવાનું એક કારણ એવું છેકે આપણે સાચી લાગણીઓને ટીકા બનાવી છે. વ્યવહાર સાચવવાની જવાબદારી હેઠળ દબાયેલી વ્યક્તિને ક્યારે અંતરની લાગણી બતાવવાની તક મળે? ખુલ્લા દિલે કરેલા એકરાર ને જો આપણે હાસ્યાસ્પદ બનાવી મૂકીએ તો કોને દિલ ખોલવાની ઈચ્છા થાય? નિખાલસતા માટેની પહેલી શરત એ છેકે સંવાદ ના બંને છેડે - બોલનાર અને સાંભળનાર - વચ્ચે વિશ્વાસ, સમજ અને સહૃદયતા હોય. આપણે એ આપી શકીએ છીએ? એક તો આપણે પોતપોતાના જીવનમાં એવા ગૂંચવાયેલા હોઈએ છીએ અથવા તો આપણા સ્માર્ટ ફોનમાં આપણે એવા અટવાયેલા હોઈએ છીએ કે આપણી પાસે નજીકની વ્યક્તિઓને સાંભળવા કે સમજવા માટે સમય હોતો નથી. બીજું કે નિખાલસતા માટેની સહૃદયતા આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ.
કહેનાર માટે પણ આ એટલુંજ સાચું છે. નિખાલસતા માટે સરળતા અને સહૃદયતા આ બે ખુબ જરૂરી વાત આજના ઘોંઘાટિયા જીવનમાં ખોવાઈ ગઈ છે. પછી નિખાલસતા ખોવાય જ ને!