હળવે હૈયે (4)
થયું કે હાશ પાસપોર્ટ અને અમેરીકાન વિઝા મળી ગયા એટલે થોડી શાંતિ. વિઝા મળ્યાની ખુશાલી માં પહેલા તો ધેર આવીને સરસ ગરમ ગરમ લસલસતી લાપસીનું જમણ આરોગ્યું. પણ હજી માંડ લાપસી નો ઓડકાર ખાધો અને લંબાવ્યું ત્યાં તો જોરદાર પ્રશ્ન આવ્યોં.
"કહું છું? તમે ટીકીટ ની તપાસ કરી? અને સાંભળો બીજું એ કે આપણે બેગો લેવા ક્યારે જઈશું?"
"કેમ, ઘર માં જે હોય તેમાંથી લઇ જઈશું હમણાં ચારધામ ગયા ત્યારે લીધી હતી તે" મેં મારી બેદરકારીનું પ્રમાણપત્ર આપ્યું.
"શું વાત કરો છો? આવી મોટી ચાર બેગો કઈ થોડી ઘર માં થી નીકળે? અને દેખાય પણ કેવી? લોકો મુકવા આવે તે આપણી શું કદર કરે કે આવી બેગો લઈને અમેરિકા જતા હશે?"
"પણ આપણે ખાલી એક મહિના માટે જવું છે અને ચાર મોટી બેગો નું શું કામ?" ફરી વાર બાફ્યું.
"અરે તમે તો હજી એવા ને એવા જ રહ્યા. જોયું નહિ? આ સામેવાળા ગયા વર્ષે જઈ આવ્યા તો કેટલું બધું લેતા આવ્યા'તા? આપણે પણ થોડું શોપિંગ તો કરીશું જ ને? વળી ત્યાં બધા માટે અહીંથી થોડીક બધી ભેટ લેવી પડશે। એટલે બેગ તો મોટી જોઇશે "
"મને તો એમ હતું કે આપણે ખાલી ફરવા જઈએ છીએ. આપણા ઘરમાં તો ઘર ભરી ને તો વસ્તુઓ છે. હવે શું લાવવાની જરૂર છે? આમતો તમે રોજ કહો છો કે હવે ઘરમાં બેસવાની જગ્યા પણ રહી નથી એટલો બધો સરસામાન થઇ ગયો છે"
આટલું બોલતા નો બોલી લીધું પણ તરત જ પસ્તાવો થયો. ખબર હતીકે આ ખોટું બાણ તાક્યું. હવે એનો સામનો કરવાની તૈયારી રાખ્યા વગર છૂટકો નથી.
માટે ધીરે રહીને વાત વાળી. પૂછ્યું:
" કાલે મારે ક્લાસ નથી તો કાલે બેગ લેવા જઈએ તો કેવું ?"
છેવટે બીજે દિવસે બપોરે બેગ લેવા જવું તેવું નક્કી કરી સુતા. વિચાર્યું, આ તો હજી પાશેર માં પહેલી પૂણી છે. જરા ઝોકું આવ્યું તો સપનામાં અમેરિકાની ગલીઓમાં મોટી બેગો લઈને લાંબુ લાંબુ ચાલતા હતા, શ્વાસ ચડ્યો હતો પણ ક્યાય બેસવાની જગ્યા નથી એવું દ્રશ્ય જોઇને ઝબકીને જાગી જવાયું.
બેગો તો જાણે બીજે દિવસે લઇ આવ્યા પણ પછી ખરીદી કઈ ત્યાંથી થોડી અટકે? ઠંડી ના કપડા લેવાનું બાજુવાળા એ સૂચવ્યું. ભલે ત્યાં ઉનાળો હોય પણ આપણને તો ઠંડી જ લાગવાની એવી સુચના પછી બે મોટા જાડા કોટ અને બે સ્વેટર લીધા. અડધી બેગ તો આમાં જ ભરાઈ જશે તે બીક કે ત્યાં ઠંડી માં ઠરી જઈશું તે બીક. કઈ બીક મોટી તે નક્કી કરવાનું કામ શ્રીમતીજી ને સોપ્યું. અધરું કામ હમેશા એમને સોપવાની ટેવ હાથવગી થઇ.
હવે આવ્યો કપડા નો વારો. કેટલા શર્ટ, કેવા શર્ટ, કેવા અને કેટલા પેન્ટ, આ ઉપરાંત ભારતીય પોશાક લેવો જોઈએ કે નહિ, વાદવિવાદ, સંવાદ, દિવસો ચાલ્યો. છેવટે કપડાંની બેગ તો જાણે ભરી પણ ભેટ સોગાદ શું લેવી, કેટલી લેવી, લેવી કે નહિ, થોડી સલાહ સૂચનો પછી નકકી થયું। અમેરિકામાં બધાને આપણું ખાવાનું બહુ ભાવે એટલે જાત જાતના ખાવાના પડિકાથી બેગ ભરાઈ ગઈ. અથાણાં, મરચા, સેવ, ગાંઠિયા, ખાખરા, મીઠાઈ વગેરેની સુગંધો એકબીજા સાથે અથડાતી અથડાતી આખા ઘરના બધા ઓરડાઓમાં પણ બેગ ની હાજરી ની યાદ અપાવતી હતી. આ સુગંધોથી તરબતર અમેરિકાના સપના જોતા જોતા આંખો મીચાઈ ગઈ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો