માંદા પડવાની ખરી મઝા તો અમદાવાદમાં
તમને થશેકે માંદા પડવામાં તો કાંઈ મઝા હોય? ખરેખર તો ના હોય પણ જો તમે બીજા કોઈ પણ દેશમાં માંદાં પડ઼ો એટલે ડૉક્ટર પાસે જવાનું, દવા લેવાની અને માંદગી સહન કરી લેવાની, એ સિવાય કોઈ ખાસ બનાવ હોય નહિ.
પણ અમદાવાદમાં જરા વાત જુદી। જો તમને શરદી, ઉધરસ, તાવ અંથવા પેટ માં દુખવાની બીમારી આવે અને જો ડૉક્ટર ની ઓફિસે જવાનું થાય તો કૈક આવો અનુભવ થાય. પહેલા તો ડૉક્ટર ની ઓફિસ યાને કે દવાખાનાંમાં લાંબી લાઈન હોય. ડોક્ટરને હજી આવવાની વાર હોય તે પહેલા તો લાઈન ચાલુ થઇ ગઈ હોય. કોઈ તાવવાળું તો કોઈ ખાંસી ખાતું, કે કોઈ નાક નીસરતું સાથે બેઠું હોય. તમને થોડી ચિંતા થાય કે અહીથી હું સાજો થઈને જઈશ કે કોઈ બીજાની માંદગી લઈને પણ એ ચિતા બાજુ માં મૂકી દઈને તમે ગોઠવાવો . કહેવાય છે કે દુ;ખી વ્યક્તિ ને કોઈ બીજો દુ;ખી વ્યક્તિ મળે તો ગમે. (misery loves company). તે પ્રમાણે આ બધા દર્દીઓ એકબીજા સાથે વાત માં જોડાય અને સલાહનો મારો ચાલુ થાય.
"તમને તાવ ક્યારથી આવે છે? કડવું કરિયાતું પીધું? મારા સાળાને તો એનાથી જ સારું થઇ ગયું હતું". " પેટમાં દુખવાની તો એક જ દવા છે. ગમે તે કારણે પેટમાં દુખતું હોય તો ત્રણ દિવસના લાંઘણ કરી કાઢો। બધું મટી જશે"."પગ માં ઘા વાગ્યો છે તો પહેલા હળદર લગાડી છે ને? નહિતર પરુ થઈ જશે"
લગભગ દરેક રોગની દવાઓ વિષે ચર્ચા થાય. તમને વિચાર આવે કે જો આ બધાને આટલી બધી ખબર છે તો અહીંયા કેમ આવ્યા હશે પણ એવા વિચારો અસ્થાને છે તે પણ સમજાય।
ત્યારપછી બીજા ખૂણામાં તત્વજ્ઞાન ચર્ચાય। " અરે ભાઈ હવે ઉંમર થઇ એટલે થોડું તો થાય ને? આ જીવન તો ક્ષણભંગુર છે." કેટલું ક્ષણભંગુર છે તેના ઉપર બે ચાર દાખલા સાથે વાતો થાય. ઉપરથી શું લાવ્યા છીએ અને શું લઈને જવાના છીએ તે યાદ કરાવાય। આપણે કરેલું કર્મ જ આપણી સાથે આવશે એવા આત્મવિશ્વાસ સાથે આપણે થયેલી માંદગી ને ભૂલી ને કરેલા કર્મો ઉપર ચિંતન કરતા થઇ જઈએ. ત્યાં સામે થી શેર બજાર ના ભાવો ચર્ચાતા સંભળાય તો કોઈક બાજુથી રાજકારણ। આ વખત બીજેપી આવશે કે કોંગ્રેસ અને જે પણ આવશે આપણે તો કોઈ ફાયદો નથી તેવું કોઈ અનુભવી ઉચ્ચારે।
આહા આવા વાતાવરણમાંથી ઉઠીને જયારે ડોક્ટરને મળવાનો વારો આવે ત્યારે માંદગી તો એની જગ્યાએ રહે પણ આપણે આપણા જ્ઞાનમાં કેટલો વધારો થયો અથવા તો આ નશ્વર દેહને સાચવવાનો શું ફાયદો છે તે વિચારમાં ક્યારે ઇન્જેક્સન લઈએ તે ખબર પણ ના પડે.
બાકી સાજા થવું એ તો ઈશ્વર ના ઉપર જ છે અને કર્મના બંધન પ્રમાણે દેહ ના દંડ તો ભોગવવાજ રહ્યા એવી સમજ સાથે ઘરે પહોંચી જઈએ.

મીનળ પંડ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો