અમદાવાદમાં શીખો: રાહ જોવાની કળા
અમદાવાદમાં જો તમારે સુખેથી લાંબો સમય રહેવું હોય તો રાહ જોવાની કળા હસ્તગત કરવી ખુબ જરૂરી છે. જેટલું જલ્દી તમે આ કળા હસ્તગત કરી શકો તેટલા જલ્દી તમે શાંતિ પામી શકો. તમને જયારે એ ખ્યાલ આવી જાય કે અહીંયા સમય પાલન એ એક અશક્ય અને ના આંબી શકાય તેવો તારો છે ત્યારથી તમારી રાહ જોવાની કળા શીખવાનું શરુ થઇ જાય.. થોડું શીખી જાવ એટલે રાહ જોવી પડેશે તેવી આશા સાથે જ દિવસ ચાલુ કરો. લગભગ સવારથીજ રાહ જોવાનું ચાલુ થઇ જાય. સૌથી પહેલા દૂધવાળો, છાપાવાળો કે નોકર રાહ જોવડાવે, જો એ બધા સમયસર આવે તો ધોબી મોડો આવે. ત્યાર પછી બસ અથવા ટ્રેન રાહ જોવડાવે, બપોરે ગ્રાહક રાહ જોવડાવે અને સાંજે ભાઈબંધ રાહ જોવડાવે। જાણે કે રાહ જોવાનો અને જોવડાવવાનો એક આપણો રાષ્ટ્રધર્મ હોય તેવું લાગે। તો કેવી રીતે આ કળા હસ્તગત કરવી?
તો સાંભળો।
સૌથી પહેલા તો ઘડિયાળ જોવાનું બંધ કરી દો. સવારે 9 વાગે આવવાનું તમારી બાઈએ કહ્યું હશે તો આખી સવારમાં ક્યારેક તો આવશે। 9 વાગ્યાથી રાહ જોવા માંડો તો એ તમારો વાંક છે. એના મનમાં તો એણે વિચારેલું કે સવારે જવાનું છે અને લગભગ બાર વાગ્યા સુધી તો સવાર જ કહેવાય। પણ જોકે એ છેક એવું નહિ કરે. સાડા દસ કે અગિયાર સુધીમાં ક્યાંતો આવી જશે ક્યાંતો એનો ફોન તો આવશેજ। એટલે તમે જો ઘડિયાળ જોવાની માથાકૂટ માં ના પાડો તો તમે પણ ખુશ અને એ પણ ખુશ.
બીજું કે હંમેશા પ્લાન બ એટલેકે જો પહેલો પ્લાન સફળ ના થાય તો શું કરવું તે વિચારી રાખો। એટલે જેવો ખ્યાલ આવે કે હવે આ સુથાર આજે નહિ આવે તો બીજા કોને બોલાવીશ અથવા કેવી રીતે આ બારણું બેસાડીશ। આજે ધોબી ના આવે તો બીજું શું પહેરીશ। આજે રસોઈ કરવાવાળા બેન ના આવે તો શું જમીશું।
તમારા સંતોષ ખાતર જો તમારે ફોન કરવો હોય તો કરો પણ લગભગ તો તમારો ફોન જ નહિ ઉપાડે પણ જો ઉપાડશે તો બધા બહાના સાંભળવાની તૈયારી રાખો। ક્યાંતો કોઈ સ્વર્ગસ્થ થયું હશે, ક્યાંતો કોઈ માંદુ,ક્યાંતો રસ્તામાં જ હશે અને ક્યાંતો એક્સીડેન્ટ થયો હશે,ક્યાંતો લગ્ન પ્રસંગ અને ક્યાંતો અચાનક મહેમાન। આ કારણો સાચા હશે કે નહિ અથવા કેવા ખોટા કારણો બતાવી રહ્યા છે એવો વિચાર અયોગ્ય છે. જે પણ કારણ બતાવે તે સાચું છે તેવું માનવું। મન ના માને તો એને મનાવવું।
ત્રીજું તો એ કે યાદ કરવું કે જેવી રીતે દરેક વાદળની કિનારી પર રજત રેખા હોય છે એટલે કે જેવી રીતે જીવનના દરેક પ્રશ્નમાં કાંઈ સારું પણ નીકળતું હોય છે તેમ આ રાહ જોવાનો એક મોટો ફાયદો એ કે તમારે પણ કોઈ જગ્યાએ સમયસર પહોંચવાની ચિંતા નહિ. સામેવાળા રાહ જોશે। અને ફોન કરેશે તો કહેવા માટે ઘણા કારણો છે! આપણે સાંભળી સાંભળી ને શીખી ગયા છીએ.માટે કોઈ ચિંતા નહિ. મોડા નથી. રસ્તામાંજ છીએ। હમણાં પહોંચ્યા જ સમજો।

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો